થાણેમાં સોસાયટીની દીવાલ પડી જવાથી જમીન ધસી પડવાના ડરે ઝૂંપડાં ખાલી કરાવવામાં આવ્યાં

27 July, 2024 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોસાયટી ઊંચાણવાળા ભાગમાં છે. ૪૦ ફુટ લાંબી અને ૨૦ ફુટ ઊંચી કમ્પાઉન્ડ-વૉલ તૂટી પડી હતી

ઘટનાસ્થળ

થાણેના વાઘબીળ વિસ્તારમાં આવેલા કિંગકૉન્ગનગરની વિજયનગર સોસાયટીની કમ્પાઉન્ડ-વૉલ ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે તૂટી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈ ઘાયલ થયું નહોતું. થાણેના ડિઝૅસ્ટર સેલના વડા યા​સિન તડવીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘સોસાયટી ઊંચાણવાળા ભાગમાં છે. ૪૦ ફુટ લાંબી અને ૨૦ ફુટ ઊંચી કમ્પાઉન્ડ-વૉલ તૂટી પડી હતી. એ દીવાલની પાછળ કેટલાંક ઝૂંપડાં આવ્યાં હતાં. એ દીવાલ તૂટી પડ્યા બાદ ત્યાંની માટી પણ ધસી પડે એવી શક્યતા વધી ગઈ હતી. એથી સાવચેતીની દૃષ્ટિએ એ ઝૂંપડાં ખાલી કરાવવામાં આવ્યાં હતાં. ત્યાંના રહેવાસીઓને હાલ તેમનાં સગાંને ત્યાં ચાલ્યા જવાનું હાલ કહેવાયું હતું. 

mumbai news mumbai thane mumbai monsoon monsoon news