18 January, 2025 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માનસી નામની સિંહણે ગુરુવારે રાત્રે બચ્ચાને જન્મ આપ્યો હતો.
બોરીવલીમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગુરુવારે રાત્રે પિંજરામાં રાખવામાં આવેલી માનસી નામની સિંહણે તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો હતો. ૧૪ વર્ષ બાદ નૅશનલ પાર્કમાં સિંહણને બચ્ચું થયું છે. વેસ્ટર્ન વાઇલ્ડલાઇફ રીજનના એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ડૉ. વી. ક્લિમન્ટ બેને જણાવ્યું હતું કે માનસીએ રાત્રે ૯.૪૦ વાગ્યે બચ્ચાને જન્મ આપ્યો હતો અને શુક્રવારે વહેલી સવારે ૨.૪૫ વાગ્યે નવજાત બચ્ચાને દૂધ પીવડાવવા લાગી હતી.
તબીબો સિંહણ અને બચ્ચા પર નજર રાખી રહ્યા છે. સિંહણ માટે ખાસ ડેન બનાવવામાં આવ્યું છે જેમાં સુરક્ષિત રીતે ક્લોઝ્ડ સક્રિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ફિટ કરવામાં વેટરનરી ઑફિસર ડૉ. વિનયા જાંગલેએ કહ્યું હતું કે માનસી ૪.૪ વર્ષની છે અને ૧૪ વર્ષના સમયગાળા બાદ નૅશનલ પાર્કમાં એશિયાટિક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો છે. નૅશનલ પાર્કના ૫૬મા સ્થાપના દિને સિંહબાળનો જન્મ થવાથી અમારી ખુશીનો પાર નથી. ૧૯૬૯માં આ નૅશનલ પાર્કની શરૂઆત કરવામાં આવી હતી.
આગામી સમયમાં નૅશનલ પાર્કમાં સિંહની જોડી મળી શકે એમ છે. આ માટેની વાતચીત ચાલી રહી છે.