વાર્ષિક ફાયર-ડ્રિલ કૉમ્પિટિશનમાં સોનુ સૂદની હાજરી

20 April, 2025 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યર-ફાઇટર્સને રિયલ હીરો તરીકે ઓળખાવતાં સોનુ સૂદે જણાવ્યું હતું કે ‘હિંમત અને લગનથી ફાયર-ફાઇટર્સ અનેક લોકોના જીવ બચાવે છે`

ઍક્ટર સોનુ સૂદ

મુંબઈ ફાયર-બ્રિગેડ દર વર્ષે ફાયર સેવા સપ્તાહ ઊજવે છે જેના ભાગરૂપે શુક્રવારે વાર્ષિક ફાયર-ડ્રિલ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૉલીવુડના ઍક્ટર સોનુ સૂદની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

યર-ફાઇટર્સને રિયલ હીરો તરીકે ઓળખાવતાં સોનુ સૂદે જણાવ્યું હતું કે ‘હિંમત અને લગનથી ફાયર-ફાઇટર્સ અનેક લોકોના જીવ બચાવે છે. આ ડ્રિલમાં જોયેલું તેમનું કાર્ય ખરેખર પ્રેરણાદાયક છે.’

ભાયખલામાં ફાયર-બ્રિગેડના હેડક્વૉર્ટરમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ડ્રિલ કૉમ્પિટિશનમાં મુંબઈના અનેક વિસ્તારોનાં ફાયર-સ્ટેશનોએ ભાગ લીધો હતો. ૧૯૪૪ની ૧૪ એપ્રિલે મુંબઈના વિક્ટોરિયા ડૉકમાં એક જહાજમાં લાગેલી ભયાનક આગ પછી રાહતકાર્ય દરમ્યાન ૬૬ ફાયર-કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારથી ૧૪ એપ્રિલને નૅશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે ૧૪થી ૨૦ એપ્રિલ દરમ્યાન ઊજવાતા ફાયર સર્વિસ સપ્તાહમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમ જ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ફાયર-બ્રિગેડનાં સાધનોનું પ્રદર્શન પણ યોજાય છે. 

mumbai news mumbai sonu sood mumbai fire brigade mumbai police