બાંદરા-વરલી સી-લિન્કના ટોલ-પ્લાઝા પર હૉર્ન વગાડતા ટૅક્સી-ડ્રાઇવરને સ્ટાફે ફટકાર્યો

30 March, 2026 07:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬ અધિકારી અને ૩ ટૅક્સી-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાઈ

સી-લિન્ક

બાંદરા પોલીસે શનિવારે મધરાતે બાંદરા-વરલી સી-લિન્ક ટોલ-પ્લાઝા પર ઝઘડો કરવા બદલ ૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓમાં છ ટોલ-પ્લાઝા સ્ટાફના સભ્યો, એક ટૅક્સી-ડ્રાઇવર અને તેના બે સહયોગીઓનો સમાવેશ છે. આ ઘટનાનો એક વિડિયો વાઇરલ થયો છે. પોલીસે જણાવ્યું હતું કે હૉર્ન વગાડવાને લઈને ઝઘડો થયો હતો.

પોલીસે જણાવ્યા અનુસાર શનિવારે મધરાતે બાંદરા-વરલી સી-લિન્ક ટોલ-પ્લાઝા પર લાઇનમાં રાહ જોઈ રહેલો એક ટૅક્સી-ડ્રાઇવર સતત હૉર્ન વગાડી રહ્યો હતો. ટોલ-પ્લાઝા સ્ટાફના એક સભ્યએ તેની સામે આવીને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઝઘડો થયો હતો. ટૅક્સી-ડ્રાઇવરે ત્યાર બાદ તેના બે સાથીઓને સ્થળ પર બોલાવ્યા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ટોલ-પ્લાઝાનો સ્ટાફ અને ટૅક્સી-ડ્રાઇવર અને તેના સહયોગીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ ઘટનામાં બે જણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે બાંદરા-વેસ્ટની ભાભા હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

સી-લિન્કના બાંદરા-એક્ઝિટ પર થયેલા વિવાદ બાદ ટોલ-નાકાના કર્મચારીઓએ એક કાર-ડ્રાઇવરને માર માર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટોલ-પ્લાઝા પર થોડી વાર હંગામો મચી ગયો હતો, જેના કારણે લગભગ ૧૦ મિનિટ સુધી ટ્રાફિક જૅમ થયો હતો. બાંદરા પોલીસે ૯ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news sea link bandra worli