૨૫૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકેલા દહિસરના ૬૪ વર્ષના ટ્રેકરને બચાવવા અંધારામાં રેસ્ક્યુ ઑપરેશન

21 April, 2026 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમના સભ્યો દોરડાની મદદથી ખીણમાં ઊતર્યા હતા અને ગંભીર રીતે ઘાયલ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવ્યા હતા.

ખીણમાં પડી ગયેલા ૬૪ વર્ષના ટ્રેકર અને બચાવટીમ.

પુણેના તોરણા કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલા મુંબઈના ૬૪ વર્ષના એક વૃદ્ધને ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં પડ્યા બાદ ઘોર અંધારામાં રેસ્ક્યુ ઑપરેશન કરીને બચાવવામાં આવ્યા હતા. દહિસરમાં રહેતા સંજય નેવે શનિવારે રાતે દસથી ૧૧ વાગ્યાની વચ્ચે તોરણા કિલ્લા પરથી નીચે ઊતરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસતાં તેઓ સીધા ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં પડ્યા હતા. 
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ બચાવકાર્યમાં મદદ કરી હતી, પરંતુ ખીણની ઊંડાઈ અને ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોવાથી તાત્કાલિક સ્પેશ્યલાઇઝ્ડ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ટીમની મદદ લેવામાં આવી હતી. અંધારું હોવા છતાં ટીમના સભ્યો દોરડાની મદદથી ખીણમાં ઊતર્યા હતા અને ગંભીર રીતે ઘાયલ ટ્રેકરને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવ્યા હતા.

mumbai news mumbai pune maharashtra news maharashtra dahisar