વિશ્વની ટૉપ ૧૦૦ આઇસક્રીમ્સની યાદીમાં મુંબઈની કે. રુસ્તમ, નૅચરલ્સ અને અપ્સરા

30 June, 2025 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૦ની સાલમાં શરૂ થયેલી આ બ્રૅન્ડ હજીયે જૂની ફૅશનની જ છે અને છતાં પાતળી વેફરની વચ્ચે આઇસક્રીમ સ્લાઇસ મૂકીને ખાવા માટે અહીં લાંબી લાઇન લાગે છે.

મૅન્ગો સૅન્ડવિચ (કે. રુસ્તમ), ટેન્ડર કોકોનટ (નૅચરલ્સ), ગ્વાવા (અપ્સરા)

ઑનલાઇન ફૂડ રૅન્કિંગ પ્લૅટફૉર્મ ટેસ્ટઍટલસે વિશ્વભરમાંથી ટૉપ ૧૦૦ મોસ્ટ આઇકૉનિક આઇસક્રીમ્સની યાદી બહાર પાડી છે. એમાં ભારતની પણ પાંચ બ્રૅન્ડ્સે સ્થાન મેળવ્યું છે. આ પાંચમાંથી ત્રણ બ્રૅન્ડ્સ તો મુંબઈની જ છે. સૌથી મોખરે છે કે. રુસ્તમની વેફર સૅન્ડવિચ મૅન્ગો આઇસક્રીમ. ૧૯૫૦ની સાલમાં શરૂ થયેલી આ બ્રૅન્ડ હજીયે જૂની ફૅશનની જ છે અને છતાં પાતળી વેફરની વચ્ચે આઇસક્રીમ સ્લાઇસ મૂકીને ખાવા માટે અહીં લાંબી લાઇન લાગે છે.

બીજી આઇસક્રીમ છે નૅચરલ્સની ટેન્ડર કોકોનટ. ૧૯૮૪માં શરૂ થયેલી નૅચરલ્સમાં ફ્રેશ અને નૅચરલ ઘટકો સાથે જ ફ્રોઝન ડિઝર્ટ બને છે અને અહીંની કોકોનટની ક્રીમી ફ્લેવર સૌથી ફેમસ છે.

મુંબઈની ત્રીજી આઇસક્રીમ છે અપ્સરાની ગ્વાવા આઇસક્રીમ. ૧૯૭૧માં શરૂ થયેલી અપ્સરા આઇસક્રીમ યુનિક ફ્લેવર પ્રોફાઇલ માટે જાણીતી છે. પેરુની આ આઇસક્રીમની સાથે મરચાંના પાઉડરરૂપે હળવી તીખાશનો ઉમેરો થાય છે એ અહીંની આઇસક્રીમને મસ્ટ-ટ્રાય બનાવે છે.

food news indian food mumbai food news mumbai mumbai news