✕

નાલાસોપારામાં ગરબાના મંડપની બહાર ટીનેજ ગર્લ પર અટૅક

21 October, 2026 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સમગ્ર હુમલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

નાલાસોપારામાં ગરબાના મંડપની બહાર ટીનેજર પર થયેલા હુમલાની ઘટનાનો ગ્રૅબ.

નાલાસોપારા-ઈસ્ટના સંતોષ ભુવન વિસ્તારમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં ૧૭ વર્ષની ટીનેજરની છેડતી અને મારપીટ કરવાના આરોપમાં પેલ્હાર પોલીસે ૧૮ વર્ષના ગુફરાન શેખની ધરપકડ કરી છે. ગુફરાને મંગળવારે રાત્રે ગરબાના મંડપમાં પ્રવેશીને સગીર હિન્દુ છોકરીઓની છેડતી કરી હતી અને તેમને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સગીરાએ આ અસભ્ય વર્તનનો વિરોધ કર્યો અને યુવકને સવાલ પૂછ્યો ત્યારે તેણે ગુસ્સે થઈને તેને પંડાલમાંથી બહાર ઢસડીને જાહેરમાં લાફો મારી દીધો હતો. આ ચિંતાજનક ઘટના વખતે આસપાસ અનેક લોકો હાજર હતા, પરંતુ તેઓ માત્ર મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા હતા અને કોઈએ તે છોકરીની મદદ માટે આગળ આવવાની હિંમત દર્શાવી નહોતી. આ સમગ્ર હુમલાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ બનાવ વિશે પેલ્હાર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન કામળેએ કહ્યું હતું કે ‘ટીનેજર અને આરોપી અગાઉ મિત્રો હતાં. જોકે ટીનેજરે તેની સાથે વાત કરવાનું બંધ કરી દેતાં આરોપી તેનાથી નારાજ હતો અને તેણે ગરબાના કાર્યક્રમ દરમ્યાન આ ગંભીર કૃત્ય કર્યું હતું. આ કેસમાં આરોપી ગુફરાન શેખની ધરપકડ કરવામાં આવી છે.’

mumbai news mumbai nalasopara Crime News mumbai crime news mumbai police