થાણેમાં લાગેલી ભીષણ આગમાં પાંચ ગોડાઉન બળીને ખાખ

02 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાતે ૧૧ વાગ્યે લાગેલી આગ પરોઢિયે ૫.૧૫ વાગ્યે બુઝાઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

થાણેમાં લાગેલી ભીષણ આગમાં પાંચ ગોડાઉન બળીને ખાખ

થાણેના શિળ ખાતે શુક્રવારે રાત ૧૧ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્ક્રૅપના એક ગોડાઉનમાં લાગેલી આગ આજુબાજુનાં ગોડાઉનોમાં પણ ફેલાઈ હતી. એક પછી એક સ્ક્રૅપનાં પાંચ ગોડાઉન આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પૂંઠાં, પ્લાસ્ટિક અને ભંગારના અન્ય સામાનનો મોટો જથ્થો હતો. રાતે ૧૧ વાગ્યે લાગેલી આગ પરોઢિયે ૫.૧૫ વાગ્યે બુઝાઈ હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો.

thane fire incident mumbai fire brigade news mumbai mumbai news