22 January, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પકડાયેલો આરોપી
સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા બંગલાદેશી આરોપી શરીફુલ ફકીરની પોલીસ પૂછપરછ કરી રહી છે જેમાં કેટલીક મહત્ત્વની બાબતો જાણવા મળી છે. સૈફની પીઠમાં છરીના ઘા મારવા વિશે આરોપી શરીફુલ ફકીરે પોલીસને કહ્યું છે કે ‘સૈફે મને આગળથી મજબૂત હાથે પકડી રાખ્યો હતો. સૈફની આ પકડમાંથી છૂટવાનું મુશ્કેલ લાગતાં મેં તેની પીઠ પર ચાકુના ઘા માર્યા હતા.’
પોતે આડેધડ ચાકુ ચલાવવાનું શરૂ કર્યું એમાં સૈફને હાથ અને ગળામાં ઈજા થઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આરોપી શરીફુલ ફકીર મરણિયો બની ગયો હતો એટલે તેણે પૂરી તાકાતથી સૈફની પીઠમાં ચાકુના ઘા માર્યા હતા જેમાં ચાકુ તૂટી ગયું હતું. ચાકુનો આ ટુકડો ડૉક્ટરોએ બાદમાં સર્જરી કરીને સૈફની કરોડરજ્જુમાંથી કાઢ્યો હતો.