રેસિડન્ટ ડૉક્ટરોનું આંદોલન સફળ

05 November, 2025 08:57 AM IST  |  Satara | Gujarati Mid-day Correspondent

ડૉ. સંપદા મુંડેના કેસને લગતી માગણીઓ સરકારે સ્વીકારી લીધી

ડૉ. સંપદા મુંડે

ફલટણમાં ડૉ. સંપદા મુંડેની આત્મહત્યાના કેસમાં તટસ્થ તપાસ માટે હાઈ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના સહિતની રેસિડન્ટ ડૉક્ટર્સની માગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે. બે દિવસ રાજ્યની સરકારી હૉસ્પિટલોમાં નૉન-ઇમર્જન્સી સર્વિસ બંધ રાખીને ડૉક્ટરોએ કરેલું મૂક આંદોલન મંગળવારે મોડી સાંજે પાછું ખેંચવામાં આવ્યું હતું. જોકે દરદીઓને વધુ તકલીફ ન થાય એ માટે અમુક ડૉક્ટર્સ ફરજ પર હાજર હતા. ગઈ કાલે કૂપર હૉસ્પિટલના ૨૫૬ ડૉક્ટરો અને નાયર હૉસ્પિટલના ૧૭૭ ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા. મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડેન્શિયલ ડૉક્ટર્સ (MARD)ના પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કર્યા બાદ ન્યાયની ખાતરી મળતાં ડૉક્ટરો આજથી ફરજ પર હાજર થશે એવું MARDના જનરલ સેક્રેટરી ડૉ. સ્વપ્નિલ કેન્દ્રેએ જણાવ્યું હતું.

mumbai news mumbai satara Crime News maharashtra government maharashtra news maharashtra suicide devendra fadnavis