અટલ સેતુ પરથી પસાર થનારાં વ્હીકલની સંખ્યા બે કરોડને પાર

30 March, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨,૦૦,૦૦,૦૦૦માંથી ૧,૮૧,૯૫,૭૧૮ પ્રાઇવેટ વ્હીકલ પસાર થયાં

અટલ સેતુ

ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ અટલ સેતુ લોકાર્પણના ટૂંકા ગાળામાં જ ભારે લોકપ્રિય સાબિત થયો છે. ૨૦૨૪ના જાન્યુઆરીમાં એના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં આ પુલ પરથી બે કરોડથી વધુ વાહનો પસાર થયાં છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે ‘૨૭ માર્ચે અટલ સેતુ પરથી ૨,૦૦,૦૦,૩૧૬મા વાહને પસાર થઈને આ ઐતિહાસિક આંકડો પૂરો કર્યો હતો. આ આંકડો મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં એક મહત્ત્વપૂર્ણ કનેક્ટર તરીકે અટલ સેતુની વધતી જતી ઉપયોગિતા દર્શાવે છે.’

MMRDAના ડેટા મુજબ આ પુલનો સૌથી વધુ ઉપયોગ પ્રાઇવેટ વ્હીકલ્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. કુલ વ્હીકલમાં ૯૧ ટકા એટલે કે અંદાજે ૧,૮૧,૯૫,૭૧૮ પ્રાઇવેટ વ્હીકલ આ પુલ પરથી પસાર થયાં હતાં. આ ઉપરાંત લાઇટ કમર્શિયલ વ્હીકલ, મિની બસ અને મોટી બસોની સંખ્યા ૫,૯૮,૫૨૫ નોંધાઈ છે. મધ્યમ, ભારે અને ઓવરસાઇઝ્ડ વાહનોના કિસ્સામાં ૧૨,૦૬,૦૭૩ વાહનો નોંધાયાં છે. 

mumbai news mumbai atal setu mumbai metropolitan region mmr maharashtra news maharashtra