ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે સ્પેશ્યલ સેલ

06 March, 2026 07:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે મિસિંગનો એક પણ કેસ વણઊકલ્યો ન રહેવો જોઈએ

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં ગુમ થયેલી મહિલાઓને શોધવા માટે એક ખાસ સેલની રચના કરી છે, જેના વડા તરીકે ઍડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) સ્તરની મહિલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સેલ સર્ચ-ઑપરેશનના આયોજન અને અમલીકરણ પર નજર રાખશે. આ સેલ વિશેની માહિતી વિધાનસભાના સત્ર દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી હતી.
આ સ્પેશ્યલ સેલની કામગીરીને કારણે ગયા વર્ષે મળી આવેલી મહિલાઓની સંખ્યામાં ૧૦ ટકા વધારો થયો છે. પ્રથમ વર્ષમાં લગભગ પંચાવનથી ૬૦ ટકા મહિલાઓ મળી આવી છે, જ્યારે અઢીથી ત્રણ વર્ષમાં આ આંકડો ૯૦ ટકા સુધી પહોંચ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ આંકડાને ૯૬ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખે છે. દેવેન્દ્ર ફડણવીસે જોકે એમ પણ કહ્યું હતું કે આદર્શ સ્થિતિ તો એ છે કે મિસિંગનો એક પણ કેસ વણઊકલ્યો ન રહેવો જોઈએ.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra devendra fadnavis