06 July, 2025 08:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)એ દેશોને આગામી દાયકામાં ખાંડવાળાં પીણાં, આલ્કોહૉલ અને તમાકુના ભાવમાં ૫૦ ટકા જેટલો વધારો કરવા માટે હાકલ કરી છે.
WHO માને છે કે આ ટૅક્સ લાગુ કરીને દેશો ડાયાબિટીઝ અને કૅન્સર જેવા કેટલાક રોગોમાં ફાળો આપતાં હાનિકારક ઉત્પાદનોનો વપરાશ ઘટાડી શકે છે. આ પગલાને વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય પડકારોનો સામનો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવે છે. ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કાબૂમાં લેવા અને વિશ્વભરમાં આરોગ્ય-પ્રણાલીઓ માટે આવક ઊભી કરવાના હેતુથી આ નવી પહેલ કરવામાં આવી છે.
WHOનું માનવું છે કે આ પ્રકારે જમા થનારો હેલ્થ-ટૅક્સ આપણી પાસેનાં સૌથી કાર્યક્ષમ સાધનોમાંનું એક બનશે. ૨૦૨૫ સુધીમાં આ ટૅક્સ દ્વારા એક ટ્રિલ્યન ડૉલરનું ભંડોળ જમા કરવાનો ઉદ્દેશ છે જેને વિવિધ સ્વાસ્થ્ય પ્રોજેક્ટો માટે વાપરવામાં આવશે.