ક્લાસ ઇમ્પ્રુવમેન્ટની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ ચિંતામાં; હજી વધુ એક શૈક્ષણિક વર્ષ બગડે તેવી ભીતિ

06 August, 2021 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એચએસસીનું પરિણામ આવ્યાના એક દિવસ બાદ જેઓ માર્ચ 2020થી તેમના ક્લાસ ઇમ્પ્રુવમેન્ટ (CI)ની રાહ જોઈ રહ્યા છે, તેમનો મત છે કે સ્ટેટ બોર્ડ તેમની સાથે અન્યાય કરી રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર

એચએસસીનું પરિણામ આવ્યાના એક દિવસ બાદ જેઓ માર્ચ 2020થી તેમના ક્લાસ ઇમ્પ્રુવમેન્ટ (CI)ની રાહ જોઈ રહ્યા છે, તેમનો મત છે કે સ્ટેટ બોર્ડ તેમની સાથે અન્યાય કરી રહ્યું છે. તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે મહામારી દરમિયાન તેમને નો-એક્ઝામ સાથે ફોર્મ્યુલા મૂલ્યાંકનના લાભમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે. આ સંદર્ભે કેટલાક વાલીઓએ આ અંગે શિક્ષણ મંત્રીની પણ મુલાકાત લીધી હતી. બોર્ડના ચેરપર્સન કહ્યું છે કે આ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે જેથી તેમનું મૂલ્યાંકન નવી પદ્ધતિ દ્વારા થઈ શકશે નહીં.

આ વિદ્યાર્થીઓ કે જેઓ માર્ચ 2020માં યોજાયેલી HSC પરીક્ષામાં તેમના સ્કોરથી નાખુશ હતા તેમણે ક્લાસ ઇમ્પ્રુવમેન્ટ માટે અરજી કરી હતી, જે અંતર્ગત આ વિદ્યાર્થીઓને તેમના પરિણામને સુધારવાની બે તક મળે છે, પરંતુ તેમની પરીક્ષા બાદ તરત કોરોનાને કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તે પછી કોઈ પરીક્ષા લેવામાં આવી ન હતી. તેને પગલે આ વિદ્યાર્થીઓનું એક શિક્ષણિક વર્ષ બગડયું હતું. હવે વિદ્યાર્થીઓને ભીતિ છે કે તેમનું આગામી શૈક્ષણિક વર્ષ પણ બગડી શકે છે.

“પરીક્ષા વિના, આ વર્ષે બોર્ડ દ્વારા ચોક્કસ મૂલ્યાંકન પદ્ધતિ તૈયાર કરવામાં આવી હતી. આ લાભ રિપીટર ઉમેદવારો તેમ જ ખાનગી રીતે પરીક્ષા આપી રહેલા ઉમેદવારોને આપવામાં આવ્યો હતો. જે ઉમેદવારો માત્ર અમુક વિષયો માટે જ ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ મૂલ્યાંકન પદ્ધતિ હેઠળ કરવામાં આવ્યું હતું. તો પછી માત્ર અમારા બાળકો જ કેમ બાકી રહ્યા? આ પદ્ધતિ અન્યાયી છે.” કાલિનામાં રહેતા હિથર જેસિન્ટોએ આ જણાવ્યું હતું. તેમનો પુત્ર એવિએશનનો અભ્યાસ કરવા માંગે છે અને તેણે વર્ગ સુધારણા માટે અરજી કરી છે કારણ કે તે પ્રથમ પ્રયાસમાં જરૂરી 60 ટકા મેળવવામાં સફળ રહ્યો નથી.

બોરીવલીની વિદ્યાર્થિની વિધિ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે “જો તેઓ હવે અમારી પરીક્ષા લેશે તો અમે આખું શૈક્ષણિક વર્ષ ગુમાવીશું, કારણ કે પરિણામ આવશે ત્યા સુધીમાં અમારા ઇચ્છિત અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. ઊલટું નિષ્ફળ ગયેલા બધાને આ નવા સૂત્ર મૂલ્યાંકનનો લાભ મળશે. આ અયોગ્ય છે.”

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડના ચેરપર્સન દિનકર પાટીલે જણાવ્યું હતું કે “આ વિદ્યાર્થીઓ પહેલાથી જ પાસ છે અને ક્લાસ ઇમ્પ્રુવમેન્ટ ઈચ્છે છે. તેથી તેઓનું મૂલ્યાંકન નવી પદ્ધતિ પ્રમાણે થઈ શકે નહીં, પરંતુ અમે તેમની ચિંતા સમજીએ છીએ અને તેથી શક્ય તેટલી વહેલી તકે પુનરાવર્તક પરીક્ષા યોજવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.  જેથી આ વિદ્યાર્થીઓ ક્લાસ ઇમ્પ્રુવમેન્ટ માટેની તેમની તકનો લાભ લઈ શકે.”

Maharashtra news