✕

થાણેમાં ત્રણ કાર સળગી

15 November, 2026 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ત્રણ કારમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં બે કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે એકને નુકસાન થયું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના વડા યાસીન તડવીએ જણાવ્યું.

થાણેમાં ત્રણ કારમાં આગ

થાણેમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ત્રણ કારમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં બે કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી, જ્યારે એકને નુકસાન થયું હતું. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘શનિવારે સવારે લગભગ ૬:૩૦ વાગ્યે દિવા-અગાસન રોડ પર લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. શીલ ફાયર-સ્ટેશનના કર્મચારીઓ એક ફાયર-એન્જિન અને એક રેસ્ક્યુ વ્હીકલ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કલાકની અંદર આગ પર કાબૂ મેળવી લીધો હતો.’

thane mumbai fire incident diva mumbai fire brigade mumbai news news india thane municipal corporation