19 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચંદ્રપુર જિલ્લામાં બે જણને મારી નાખનાર અને અનેક લોકોને ઘાયલ કરનાર વાઘને આખરે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ગુરવારે ટ્રૅપ ગોઠવીને ઝડપી લીધો હતો. છેલ્લાં થોડાં અઠવાડિયાંથી આ વાઘનો આતંક ફેલાયો હોવાથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ એની હિલચાલ નોંધી એને ઝડપી લેવા બ્રહ્માપુરીના જંગલમાં ચોક્કસ ઠેકાણે ટ્રૅપ ગોઠવ્યા હતા એમાં ૧૫ વર્ષની ઉંમરનો વાઘ T-3 ગુરુવારે ઝડપાઈ ગયો હતો. એ પછી એને ટ્રૅન્ક્વીલાઇઝર આપી બેહોશ કરી નાગપુરના ગોરેવાડાના ઍનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવાયો હતો.