મુંબઈમાં કયું મોબાઇલ નેટવર્ક કેટલું મજબૂત છે એ જાણી લો

22 July, 2026 07:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિયો મોબાઇલના ૪૮૯ કૉલમાંથી એક પણ કૉલ ડ્રૉપ થયો નહોતો

પ્રતીકાત્મક તસવીર

મોબાઇલ પર વાત કરતાં-કરતાં ઘણી વખતે ફોન કટ થઈ જાય, ઘણી વખત મેસેજ આવે પણ સાથેનો ફોટો અપલોડ જ ન થાય એવું વીક સિગ્નલને કારણે અથવા મોબાઇલ નેટવર્ક વીક હોય તો થતું હોય છે. હાલમાં જ ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં કઈ કંપનીનું નેટવર્ક કેવું ચાલે છે એ જાણવા એક ચકાસણી કરવામાં આ‍વી હતી જેમાં અલગ-અલગ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓનું રિઝલ્ટ અલગ-અલગ આવ્યું હતું.  

ક્યાં-ક્યાં ટેસ્ટિંગ થયું?

 ડ્રાઇવ-ટેસ્ટ અંતર્ગત એક વાહનમાં બેસીને બાંદરા-વરલી સી-લિન્ક, માહિમ, દાદર, સાયન, ઍન્ટૉપ હિલ, વરલી, પરેલ, શિવડી, હાજી અલી, મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા, મલબાર હિલ, ગિરગામ, માઝગાવ અને ચર્ચગેટમાં ચકાસણી કરવામાં આવી હતી. 
 

એક જગ્યાએ ઊભા રહીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), ભાયખલા, પરેલ અને દાદર રેલવે-સ્ટેશન, ગેટવે ઑફ ઇન્ડિયા, મરીન ડ્રાઇવ પર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

કૉલ ડ્રૉપ

જિયો મોબાઇલના ૪૮૯ કૉલમાંથી એક પણ કૉલ ડ્રૉપ થયો નહોતો. 
 ઍરટેલમાં ૪૯૦માંથી એક અને વોડાફોન આઇડિયા (Vi)માં ૪૯૧માંથી એક કૉલ ડ્રૉપ થયો હતો. 
 MTNLના નેટવર્કમાં કરાયેલા ૨૦૧ કૉલમાંથી ૨૮ કૉલ ડ્રૉપ થયા હતા. 

ઍવરેજ ડાઉનલોડ સ્પીડ 
(MBPS-મેગા બાઇટ્સ પર સેકન્ડ)
જિયો    ૨૩૭.૮૧
ઍરટેલ    ૯૩.૭૬
Vi    ૭૦.૬૯
MTNL અવેલેબલ નહોતું

ઍવરેજ અપલોડ સ્પીડ 
(MBPS-મેગા બાઇટ્સ પર સેકન્ડ)
જિયો    ૪૦.૯૨
ઍરટેલ    ૨૫.૯૨
Vi    ૨૫.૫૭
MTNL અવેલેબલ નહોતું

mumbai news mumbai jio maharashtra news maharashtra airtel mtnl