ઉદ્ધવ ઠાકરેને બર્થ-ડે પર ૨૭,૦૦૦ હીરામાંથી બનેલું બાળાસાહેબનું પોર્ટ્રેટ ગિફ્ટમાં મળ્યું

27 July, 2024 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળાસાહેબનું સ્મારક બની રહ્યું છે એમાં આ પોર્ટ્રેટ મૂકવામાં આવશે.’

બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેને ભેટ આપવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેનો આજે બર્થ-ડે છે ત્યારે કાર્યકરોએ તેમને ગઈ કાલે ૨૭,૦૦૦ ડાયમન્ડમાંથી બનાવવામાં આવેલું બાળાસાહેબ ઠાકરેનું પોર્ટ્રેટ ભેટ આપ્યું હતું. આ પોર્ટ્રેટ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના પ્રવક્તા અને જનસંપર્ક પ્રમુખ હર્ષલ પ્રધાન અને તેમની ટીમે તૈયાર કરાવડાવ્યું છે. હર્ષલ પ્રધાને આ વિશે કહ્યું હતું કે ‘ઉદ્ધવસાહેબના જન્મદિવસે કંઈક અલગ ભેટ આપવાનો વિચાર આવ્યા બાદ રાજ્યના નિષ્ઠાવાન શિવસૈનિકો દ્વરા ૨૭,૦૦૦ ડાયમન્ડનું પોર્ટ્રેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાણીતા આર્ટિસ્ટ શૈલેશ આચરેકરે આ પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. આ પોર્ટ્રેટ તૈયાર થઈ ગયું હતું એટલે અમે ઉદ્ધવસાહેબને માતોશ્રીમાં ગિફ્ટ આપ્યું હતું. પોર્ટ્રેટ જોઈને તેઓ પણ ખુશ થઈ ગયા હતા. બાળાસાહેબનું સ્મારક બની રહ્યું છે એમાં આ પોર્ટ્રેટ મૂકવામાં આવશે.’

mumbai news mumbai uddhav thackeray bal thackeray happy birthday shiv sena political news