30 August, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે
બે દાયકાના અબોલા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ગણેશોત્સવમાં પણ સાથે દેખાયા હતા. તાજેતરના સમયમાં આ તેમની ત્રીજી મુલાકાત છે. વરલીના ડોમમાં આયોજિત વિજય મેળાવડામાં થયેલા પુનર્મિલન બાદ ઉદ્ધવ ઠાકરેના બર્થ-ડે પર રાજ ઠાકરે માતોશ્રી ગયા હતા અને હવે રાજ ઠાકરેના આમંત્રણને માન આપીને ઉદ્ધવ ઠાકરે સહપરિવાર તેમના ઘરે દર્શન માટે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના ‘શિવતીર્થ’ બંગલામાં પહેલી વાર ગયા હતા અને દર્શન બાદ ઠાકરે બંધુઓએ બંધબારણે બેઠક પણ કરી હતી. બન્ને પરિવારોએ ઠાકરે પરિવારના વડીલો પ્રબોધનકાર ઠાકરે, બાળ ઠાકરે અને શ્રીકાંત ઠાકરેના સ્કેચ આગળ ઊભા રહીને ફૅમિલી-ફોટો પણ પડાવ્યો હતો.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમનાં પત્ની અમૃતા ફડણવીસે પણ બુધવારે તેમના ઘરે બાપ્પાનું આગમન કરાવ્યું હતું.