લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે હવે પોતાની ધાક પુણેના પિંપરી-ચિંચવડ સુધી વધારી

17 May, 2026 08:06 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ફર્નિચર મૉલ પર ફાયરિંગ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી

મૉલ પર ફાયરિંગ કરી રહેલા હુમલાખોરો CCTV કૅમેરામાં કેદ થઈ ગયા હતા.

બાંદરામાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં અને બાબા સિદ્દીકીની હત્યામાં સંડોવાયેલી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે હવે એનો વ્યાપ વધાર્યો છે.

પિંપરી-ચિંચવડના એક જાણીતા ફર્નિચર મૉલ પર  શુક્રવારે રાતે અજાણ્યા બાઇકસવારોએ ફાયરિંગ કર્યું હતું જેનાથી ત્યાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટના રાતે ૯.૨૦ વાગ્યે રાવેત-તાથાવડે  BRT રૂટ પર આવેલા AJ ફર્નિચર મૉલમાં બની હતી. જોકે આ ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી. આ આખી ઘટના મૉલની બહાર લગાડાયેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. આ ફાયરિંગની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી છે અને એ માટે  સોશ્યલ મીડિયા પર તેમણે પોસ્ટ પણ મૂકી હતી.      

mumbai news mumbai pimpri maharashtra news maharashtra Crime News lawrence bishnoi pune news pune