17 October, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅપનીઝ ગર્લે પોતાની નજરે વિડિયો થકી મેટ્રો 3ની સફર કરાવી.
મેટ્રોની મુસાફરી કરીને જપાન યાદ આવી ગયું એવું કહેતી મુંબઈમાં રહેતી એક જૅપનીઝ ગર્લનો વિડિયો વાઇરલ થયો છે. દેશની પહેલી સંપૂર્ણ અન્ડરગ્રાઉન્ડ ઍક્વા લાઇન પર મુસાફરી કરવાનો પોતાનો અનુભવ તેણે શૅર કર્યો હતો.
વિડિયોમાં મેટ્રો 3માં મુસાફરી કરવાનું જણાવતાં આ વિડિયોમાં તે કહે છે કે ‘કારથી ઘરે જવા માટે ગૂગલ મૅપ્સે દોઢ કલાક બતાવ્યો. તેથી મેં વિચાર્યું, નવી મેટ્રોમાં મુસાફરી ટ્રાય કરી જોઉં?’
મુસાફરી દરમિયાન જૅપનીઝ ગર્લ મેટ્રો રૂટના કન્વીનિયન્સ, મૉડર્ન ડિઝાઇન અને સ્વચ્છતાનાં વખાણ કરતી જોવા મળે છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઍરપોર્ટ જેવાં મુંબઈનાં મુખ્ય સ્થળો પરથી પસાર થતી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે જપાનની યાદ આવી ગઈ હોવાનું યુવતીએ કહ્યું હતું. સાથે જ મુંબઈ મેટ્રો સ્વચ્છ, સલામત અને સમયસર હોવાનું તેણે હાઇલાઇટ કર્યું હતું.
મેટ્રો ઇન્ટરચેન્જ કરીને મરોલ સ્ટેશન પર ઊતરે છે અને મુંબઈને ખૂબ સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ અને વૉકેબલ સ્ટ્રીટ ધરાવતું શહેર ગણાવે છે. જપાનનું મેટ્રો નેટવર્ક એની લાઇફલાઇન છે એટલે એક જૅપનીઝ ગર્લનો મુંબઈ મેટ્રોની પ્રશંસા કરતો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો.