જોજો, મિસિંગ લિન્ક પર જીવના જોખમે ફોટો અને વિડિયો માટે ગાડી ઊભી ન રાખતા અકસ્માતનું જોખમ રહેશે અને ૫૦૦ રૂપિયાન

04 May, 2026 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ પણ મિસિંગ લિન્ક પર વ્હીકલ રોકવા બદલ ચેતવણી આપી હતી.

ટ્રાફિક ડિપાર્ટમેન્ટે ઇશ્યુ કરેલું ૫૦૦ રૂપિયાનો ફાઇન મારતું ઈ-ચલાન. જોખમ લઈને મિસિંગ લિન્ક પર ફોટો પાડતી પબ્લિક. મહેરબાની કરીને મિસિંગ લિન્ક બ્રિજ પર ઊભા ન રહેવા જણાવી રહેલો ઇન્સ્ટાગ્રામ યુઝર મિત્ર સાથે.

મુંબઈ-પુણેના નવા ઉદ્ઘાટન કરાયેલા મિસિંગ લિન્ક સ્ટ્રેચ પર સેફટી નૉર્મ્સનું ઉલ્લંઘન કરતા મુસાફરોના વિડિયો સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર એક યુઝરે દાવો કર્યો છે કે તેમની પાસેથી ટ્રાફિક-પોલીસે ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. સોશ્યલ મીડિયા પરના ઘણા વિડિયોમાં મુસાફરો કેબલ-સ્ટેય્ડ બ્રિજ પર સ્પીડ-લિમિટ ૮૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક હોવા છતાં અને બ્રિજ પર વાહનો રોકવાની મનાઈ હોવા છતાં તેમનાં વાહનો રોકીને ફોટો અને વિડિયો પાડતા જોવા મળ્યા હતા.

આ અંગેની પોસ્ટ એક યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ યુઝરે શૅર કરી હતી. વિડિયોમાં તેણે મુસાફરોને મિસિંગ લિન્ક પરથી પસાર થતી વખતે બ્રિજ પર ન રોકાવાની સલાહ આપી હતી. તેણે ઉલ્લેખ કર્યો હતો કે તે પણ સોશ્યલ મીડિયા રીલ્સથી પ્રભાવિત થયો હતો અને એ લોકેશન પર થોડા ટાઇમ માટે રોકાયો હતો. તેણે ટ્રાફિક-પોલીસ દ્વારા ઇશ્યુ કરાયેલા ૫૦૦ રૂપિયાનો દંડ દર્શાવતા ઈ-ચલાનનો ફોટો પણ શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘જો તમે મિસિંગ લિન્ક પરથી પસાર થઈ રહ્યા છો તો કૃપા કરીને કેબલ-સ્ટેય્ડ બ્રિજ પર ન રોકાઓ. અમે પોલીસને વિનંતી કરી હતી છતાં તેમણે ચલાન ઇશ્યુ કર્યું હતું.’

મિસિંગ લિન્ક પર ફોટો પાડવાના ક્રેઝમાં સ્પીડમાં જતાં અન્ય વાહનો અડફેટે લે એવી પૂરી શક્યતા હોવા છતાં લોકો જીવનું જોખમ લઈ રહ્યા હોવાનું જણાતાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ પણ મિસિંગ લિન્ક પર વ્હીકલ રોકવા બદલ ચેતવણી આપી હતી.

ઍરપોર્ટ નજીક હાઇવે પર ઑઇલ ઢોળાતાં બાઇક સ્લિપ થઈ : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક કિલોમીટર લાંબો ટ્રાફિક જૅમ

રવિવારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઍરપોર્ટ નજીક ઑઇલ ઢોળાવાની ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. હાઇવે પર ઑઇલ પ્રસરી જવાને લીધે રસ્તો લપસણો બનતાં એક બાઇક સ્લિપ થયું હતું જેમાં બન્ને બાઇકસવારો જમીન પર પટકાયા હતા. તેમને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. આ દુર્ઘટનાને પગલે બાંદરાથી અંધેરી તરફ જતા નૉર્થબાઉન્ડ રોડ પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.

mumbai news mumbai mumbai pune expressway pune news maharashtra news maharashtra social media maharashtra state road transport corporation