✕

કરામત મોતની : સ્ટન્ટબાજોની વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ધમાલ

18 November, 2026 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરી પોલીસે તપાસ શરૂ કરીને સ્ટન્ટ કરી રહેલા પાંચ યુવાનોની ધરપકડ કરી હતી. 

બાઇકરોના ગ્રુપ દ્વારા ખતરનાક સ્ટન્ટબાજી

અંધેરી (ઈસ્ટ)માં મુંબઈ ઍરપોર્ટ વિસ્તારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાઇકરોના ગ્રુપ દ્વારા ખતરનાક સ્ટન્ટબાજી કરવામાં આવી હતી. હેલ્મેટ પહેર્યા વિના તથા નંબર-પ્લેટ વગરની બાઇક સાથે બાઇકરોના ગ્રુપે રાતના સમયે પોતાના તથા બીજાના જીવને જોખમમાં મૂકી શકે એવા સ્ટન્ટ કર્યા હતા. રોડ-સેફ્ટીના નિયમોની ઐસી કી તૈસી કરીને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે આ બાઇકર્સ ગેરકાયદે અને ઘોંઘાટ કરનારા સાઇલેન્સર બાઇકમાં લગાવીને સ્ટન્ટ કરી રહ્યા હતા. સ્ટન્ટ કરનારા બાઇકર્સના ગ્રુપનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ અંધેરી પોલીસે તપાસ શરૂ કરીને સ્ટન્ટ કરી રહેલા પાંચ યુવાનોની ધરપકડ કરી હતી. 

andheri mumbai police mumbai airport chhatrapati shivaji international airport western express highway mumbai traffic mumbai news mumbai