Wardha Sexual Crime: આ ભાઈએ તો અશ્લીલતાની હદ વટાવી- બળજબરીથી કૂતરી સાથે...

03 July, 2025 06:56 AM IST  |  Wardha | Gujarati Mid-day Online Correspondent

Wardha Sexual Crime: આરોપી ગામમાં એક શાળા નજીક કૂતરી સાથે સેક્સ કરતો ઝડપાયો હતો. કેટલાંક લોકોએ વિચિત્ર કૃત્ય કરતાં સગી આંખે જોયો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી ખૂબ જ ભયાવહ સમાચાર (Wardha Sexual Crime) મળી રહ્યા છે. એક વ્યક્તિએ ક્રૂરતાની હદ વટાવી નાખી છે. આપણી સંકૃતિમાં તો પ્રાણીઓ પ્રત્યે જીવદયા રાખવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે તેની સાવ વિપરીત જઇ આ વ્યક્તિએ તો શરમ અને અશ્લીલતાની હદ જ વટાવી નાખી છે. હા, ૬૭ વર્ષના દાદાએ એક કૂતરી સાથે બળાત્કાર ગુજાર્યો છે. 

ગામની સ્કૂલ પાસે અશ્લીલ કૃત્ય કરતાં પકડાયો હતો શખ્સ 

રિપોર્ટ અનુસાર આ ઘટના (Wardha Sexual Crime) મહારાષ્ટ્રના વર્ધામાં બની હતી. ૬૭ વર્ષના એક વ્યક્તિએ કૂતરી સાથે સેક્સ કર્યું હતું. આ પ્રકારનું અશ્લીલ કૃત્ય કરવા બદલ પોલીસે તેને રંગેહાથ પકડી પાડ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે અહેવાલો સૂચવી રહ્યા છે કે આરોપી ગામમાં એક શાળા નજીક કૂતરી સાથે સેક્સ કરતો ઝડપાયો હતો. કેટલાંક લોકોએ તેને આવું વિચિત્ર કૃત્ય કરતાં સગી આંખે જોયો હતો. ત્યારબાદ તરત જ તેઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પશુ અધિકાર કાર્યકર્તાઓએ પણ કાર્યવાહી શરૂ કરી હતી. 

ગામના પશુ પ્રેમીઓની ફરિયાદ પર મંગળવારે આર્વી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ આ આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "હાલ અમારા તરફથી આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આરોપી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે"

કૂતરી પર કથિત રીતે સેક્સ કરનાર આરોપીનું નામ ભાનુદાસ રાઉત છે. જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી છે. વર્ધાના આર્વી શહેરમાં આ ઘટના બની છે. હેવાન આ અબોલ પશુને બળજબરીથી દાદરા પાસે ઢસડી લાવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની કામવાસના સંતોષી હતી. કૂતરી ખૂબ જ પીડાઇ રહી હતી. આ આખી જ ઘટના પીપલ ફોર એનિમલ્સના કાર્યકર્તાઓના ધ્યાનમાં આવી હતી. તેઓએ તેને પોતાના મોબાઈલમાં રેકોર્ડ પણ કરી હતી. આરોપીની ધરપકડ (Wardha Sexual Crime) કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હાલમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ મામલાની તપાસ માટે આર્વીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ બાદ વધારે માહિતી સામેઆવી શકે છે. પીપલ ફોર 

Wardha Sexual Crime: એનિમલ્સના આશિષ ગોસ્વામી કહે છે કે આ આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓ આગળ ઉમેરે છે કે આ કેસમાં કૂતરી અને આરોપી બંનેની તબીબી તપાસ કરવાની જરૂર છે. આને બળાત્કારનો મામલો જ કહી શકાય. રિપોર્ટ અનુસાર આ આરોપીની માનસિક હાલત ઠીક નહીં હોય. તેણે આની પહેલાં પણ બે કૂતરીઓને મારી નાખી હતી. 

mumbai news mumbai maharashtra news wardha sexual crime maharashtra Crime News