10 April, 2026 09:24 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
અશોક ખરાત
જેલમાં બંધ ભોંદુબાબા અશોક ખરાતને બળાત્કારના મુખ્ય કેસ, જેમાં તેના જ ઑફિસ-સ્ટાફની સાત મહિનાની ગર્ભવતી પત્નીનું જાતીય શોષણ કરવાનો આરોપ છે એમાં ધરપકડ કરીને વિડિયો લિન્ક દ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લાની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં ગુરુવારે તેને પાંચ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ અરજી પર દલીલો દરમ્યાન ખુલાસો થયો હતો કે પોલીસે હજી પણ એ શોધવાનું બાકી છે કે અશોક ખરાત તેના ગ્રાહકોને ડરાવવા માટે રમકડાના સાપ અને વાઘનું ચામડું ક્યાંથી લાવ્યો હતો. એથી કસ્ટડી લંબાવવામાં આવી હતી.