મંગળવારે PMની મુલાકાત વખતે પોલીસે ઍન્ટિ-ડ્રોન ગન કેમ તહેનાત રાખવી પડી હતી?

18 June, 2022 12:12 PM IST  |  Mumbai | Agency

બિલ્ડરે એ માટે પોલીસની આગોતરી મંજૂરી મેળવી હતી, પરંતુ તેણે અમુક શરતોનો ભંગ કર્યો હતો. ડ્રોન નજરે પડ્યા બાદ સુરક્ષા-એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

મંગળવારે વડા પ્રધાનની મુલાકાત વખતે પોલીસે ઍન્ટિ-ડ્રોન ગન કેમ તહેનાત રાખવી પડી હતી?

ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતના એક દિવસ પહેલાં ડ્રોન ઉડાડતી વખતે કેટલીક શરતોનો કથિત રીતે ભંગ કરવા બદલ પોલીસે સાઉથ બૉમ્બેના અગ્રણી બિલ્ડર સામે એફઆઇઆર નોંધ્યો હોવાનું ગઈ કાલે અધિકારીઓએ જણાવ્યું હતું.  
ઘટના મુંબઈના પેડર રોડ વિસ્તારમાં સોમવારે બની હોવાનું જણાવતાં પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘બીજા દિવસે એટલે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેડર રોડ થઈને બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) જવાના હતા. પોલીસે સુરક્ષાના કારણસર આખા રસ્તાનું અવલોકન કર્યું હતું. એ વખતે એક સ્થાનિક વ્યક્તિએ ડ્રોન ઊડતું જોયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરતાં સાઉથ મુંબઈના અગ્રણી બિલ્ડરે જમીનના પ્લૉટના મૅપિંગ અને જાહેરાતના હેતુ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. બિલ્ડરે એ માટે પોલીસની આગોતરી મંજૂરી મેળવી હતી, પરંતુ તેણે અમુક શરતોનો ભંગ કર્યો હતો. ડ્રોન નજરે પડ્યા બાદ સુરક્ષા-એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. શહેર પોલીસે સુરક્ષાના પગલા તરીકે ઍન્ટિ ડ્રોન ગન પણ મૂકી હોવાનું તેમણે ઉમેર્યું હતું.  

Mumbai mumbai news maharashtra narendra modi