મુંબઈની સૌથી આઈકૉનિક ઝારા સ્ટોરને આ કારણસર લાગ્યા તાળા, લોકો ખરીદી કર્યા વગર જ...

25 February, 2025 07:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Zara Shuts Iconic Mumbai Store closed forever: મે 2017માં ફ્લોરા ફાઉન્ટેન ખાતે ઇસ્માઇલ બિલ્ડિંગમાં પાંચ માળમાં 51,300 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઝારાની સ્ટોર હતી. ભારતમાં ઝારા આઉટલેટ્સ ઈન્ડિટૅક્સ ટ્રેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે.

ઝારાની સ્ટોરની બહાર બંધ થયાની નોટિસ લગાવવામાં આવી હતી (તસવીર: સોશિયલ મીડિયા)

હાઇ-સ્ટ્રીટ લક્ઝરી ફૅશન બ્રાન્ડ ઝારાનો લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ક્રેઝ જોવા મળે છે. જોકે હાલમાં આ કપડાંની બ્રાન્ડને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે સવારે દક્ષિણ મુંબઈના મધ્યમાં આવેલી આઈકૉનિક, હેરિટેજ-લિસ્ટેડ 110 વર્ષ જૂની ઇસ્માઇલ બિલ્ડિંગમાં ઝારાની સ્ટોર હતી જે હવે બંધ કરવામાં આવી છે.

મે 2017માં ફ્લોરા ફાઉન્ટેન ખાતે ઇસ્માઇલ બિલ્ડિંગમાં પાંચ માળમાં 51,300 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઝારાની સ્ટોર હતી. ભારતમાં ઝારા આઉટલેટ્સ ઈન્ડિટૅક્સ ટ્રેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે, જે સ્પેનના ઈન્ડિટૅક્સ અને ટાટા ગ્રૂપની રિટેલ આર્મ, ટ્રેન્ટ લિમિટેડ વચ્ચેનું જોઇન્ટ વેન્ચર છે. કંપનીએ બિલ્ડિંગના માલિક સુપારીવાલા એક્સપોર્ટ્સને ફ્લેગશિપ સ્ટોર માટે વાર્ષિક લીઝ ભાડામાં 30 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. લીઝનો સમયગાળો 15 વર્ષનો હતો, જેમાં પાંચ વર્ષનો લૉક-ઇન પિરિયડ હતો.

જોકે આ મુંબઈમાં ઝારાની સ્ટોર બંધ થવાથી અજાણ ખરીદદારો અહીં પહોંચ્યા હતા. જે બાદ તેમને માત્ર નિરાશા મળી હતી. “હું મલાડથી મારા પિતરાઈ ભાઈઓ સાથે ઝારા સ્ટોર પર ડેસ્ટિનેશન વેડિંગ પાર્ટીના આઉટફિટ ખરીદવા આવ્યો હતો. અમે હવે લોઅર પરેલ ખાતે અન્ય આઉટલેટમાં જાશું,” એક અહીં ખરીદી કરવા આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું. સ્ટોરે મોડી બપોરે કામગીરી બંધ કરવાની ઘોષણા કરતા એક સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે: “કૃપા કરીને જાણ કરો કે આ ઝારા સ્ટોર 23મી ફેબ્રુઆરીના રોજ બિઝનેસ કલાકો પૂર્ણ થયા પછી કામગીરી બંધ કરશે.

ટાટા ટ્રેન્ટના વરિષ્ઠ અધિકારીઓ, જે ભારતમાં ઝારા બ્રાન્ડનું સંચાલન કરે છે, તેઓએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે ઘટતો જતો ફૂટફોલ અને ઈ-કોમર્સના વધતા પ્રભુત્વને લીધે હાઈ-સ્ટ્રીટ ફૅશન બ્રાન્ડને ગ્રાહકોની સંલગ્નતા પર પુનર્વિચાર કરવામાં આવ્યો હતો. કંપની હવે ખરીદીના અનુભવોને વ્યક્તિગત કરવા માટે ડેટા આધારિત આંતરદૃષ્ટિનો લાભ લઈ રહી છે. "વર્ચ્યુઅલ ફિટિંગ રૂમ માટે ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી ટૅક્નોલૉજીમાં મોટા રોકાણો અને AI-સંચાલિત ભલામણો ઝારાના રિટેલ ઇનોવેશનના ભાવિને વ્યાખ્યાયિત કરશે."

બાંગ્લાદેશમાં કપડાના કારખાનાઓ જે વૈશ્વિક વસ્ત્રોના ઉત્પાદન માટેનું મુખ્ય કેન્દ્ર છે તે બંધ થવાથી મોટી ફૅશન બ્રાન્ડ્સને ગંભીર અસર કરશે તેવી અપેક્ષા છે. ગ્રાહક વર્તનમાં વધઘટ, ઑનલાઇન પ્લેટફોર્મ્સનું વધતું પ્રભુત્વ અને જેવા કારણો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. ઈન્ડિટૅક્સ, ઝારા અને બેર્શ્કાની મૂળ કંપની, બાંગ્લાદેશમાં નોંધપાત્ર ઉત્પાદન કામગીરી ધરાવે છે, જેમાં 150 સપ્લાયર્સ અને 273 સિલાઈ ફેક્ટરીઓ છે, જે લગભગ 10 લાખ કામદારોને રોજગારી આપે છે.

fort fashion news fashion south mumbai tata group mumbai news mumbai