કેન્દ્ર સરકારે બાળકો માટે કોરોના ગાઈડલાઈન્સ કરી જાહેર, રેમડેસિવિરનો ઉપયોગ ટાળવો

10 June, 2021 03:58 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્ર સરકારે બાળકો માટે કોરોનાની ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

કોન્સેપ્ટ ફોટો

કોરોનાના હાહાકાર વચ્ચે કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા સેવાઈ રહી છે. જેમાં બાળકો પર સૌથી વધુ અસર થવાના એંધાણ છે. તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને લઈ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.  

બાળકોને લઈ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં કેન્દ્ર સરકારે કહ્યું કે કોરોના સંકટમાં બાળકો માટે રેમડેસિવિરનો ઉપયોગ ન કરવામાં આવે.  આ ઉપરાંત બાળકોને લઈ અનેક તકેદારી રાખવા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ આપી છે. 

ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી વેવમાં બાળકો પર ગંભીર અસર થવાની વાતો વહેતી થઈ છે. પરંતુ આ અંગે કેટલાક ડોક્ટર્સે કહ્યું છે કે હજી સુધી આ મામલે કોઈ ડેટા મળ્યો નથી. પરંતુ તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં હવે બાળકો પર વેક્સિન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.      

corona guidelines national news corona india covid19