Petrol Price: તહેવારમાં મોંઘવારીનો માર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 112 રૂપિયાને પાર

22 October, 2021 12:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓક્ટોબરમાં પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાય સમયથી દેશમાં મોંઘવારીનો માર પડી રહ્યો છે. ગેસ, તેલ અને ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઓક્ટોબરમાં પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગત 22 દિવસોમાં ડીઝલ 7.00 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. જ્યારે પેટ્રોલના ભાવ પર નજર કરીએ તો ગત 19 દિવસોમાં પેટ્રોલીની કિંમતમાં 5.70 રૂપિયાનો પ્રતિ લિટર વધારો થયો છે. 

શુક્રવારે ફરી એક વાર પેટ્રોલ-ડિઝના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 106.89 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 95.62 પર પહોંચ્યો છે. મુંબઈ શહેરની વાત કરીએ તોસ પેટ્રોલનો ભાવ 112ને પાર પહોંચ્યો છે. 

નોંધનીય છે કે ગત મહિનાની 28 તારીખે પેટ્રોલ 20 પૈસા નો વધારો થયો હતો જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો હતો. 

national news mumbai