27 April, 2026 08:59 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
BJPના નેતા પ્રદીપ ભંડારીએ TMCના કાર્યકરના ઘરમાંથી મળેલા જીવંત બૉમ્બની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ભાંગડ વિસ્તારમાં એક ઘરમાંથી ૧૦૦ જીવતા બૉમ્બ મળી આવતાં રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો છે. BJPના નેતા પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો હતો કે આ વિસ્ફોટકો જ્યાંથી મળી આવ્યા એ રફીકુલ ઇસ્લામ તૃણમૂલ કૉન્ગ્રેસનો કાર્યકર છે. પરિસ્થિતિની ગંભીરતા જોતાં ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળની પોલીસને કડક પગલાં લઈને ૨૪ કલાકની અંદર તમામ બૉમ્બ અને વિસ્ફોટકો જપ્ત કરી લેવાનો નિર્દેશ આપ્યો હતો. પ્રદીપ ભંડારીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને TMCની ભયની રાજનીતિને પડકાર આપ્યો હતો. તેમણે લખ્યું હતું, ‘ભયની રાજનીતિ બેનકાબ થઈ રહી છે. ભરોસો હવે TMCના ભયને નાથશે.’