તેલંગાણામાં એક સાથે 45 વિદ્યાર્થીનીઓ કોરોનાથી સંક્રમિત, એક શિક્ષક પણ પોઝિટિવ

29 November, 2021 07:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા 24 કલાકમાં દેશમાં ઘણી જગ્યાએ કોરોનાના સામૂહિક સંક્રમણના કેસ નોંધાયા છે.

પ્રતીકાત્મક તસવીર

વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ભારતમાં ફરી કોવિડ-19 (Covid-19)ના સંક્રમણના સામૂહિક કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં ઘણી જગ્યાએ કોરોનાના સામૂહિક સંક્રમણના કેસ નોંધાયા છે. તાજેતરનો કેસ તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લાનો છે, જ્યાં 45 શાળાની વિદ્યાર્થિનીઓ અને એક શિક્ષકે કોરોના ટેસ્ટ કરાવતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.  

સંગારેડ્ડી જિલ્લાના DM અને HO ડૉ. ગાયત્રીએ માહિતી આપી હતી કે મહાત્મા જ્યોતિબા ફૂલે પછાત વર્ગ કલ્યાણ શાળાના 45 વિદ્યાર્થીઓ અને 1 શિક્ષક અત્યાર સુધીમાં કોવિડ19 માટે પોઝિટિવ આવ્યા છે. ડો. ગાયત્રીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. 

એક બાજુ શાળાઓ ખુલી રહી છે ત્યાં બીજી બાજુ કેટલાક રાજ્યોમાં સામુહિક રીતે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાના કેસ સામે આવી રહ્યાં છે. એમાંય આ નવો ઓમિક્રોન વેરિયન્ટ સામે આવતાં ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ આફ્રિકામાંથી્ મળી આવેલો આ નવો કોરોના વેરિયન્ટથી  અનેક દેશોમાં દહેશતની સ્થિતિ ઉભી થઈ છે.

 

 

 

 

 

 

national news telangana coronavirus