શૉકિંગ : ફુગ્ગો ફુલાવવાનું જીવલેણ પણ બની શકે

05 October, 2024 08:46 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશમાં બલૂન ફુલાવતી વખતે ફૂટેલા ફુગ્ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં ત્રણ વર્ષની સાઇરા નામની બાળકીનું ફુગ્ગો ફુલાવતી વખતે ફૂટેલા ફુગ્ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાઈ જવાને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના ગંગાનગરના લાલ ગોપાલગંજમાં બની હતી.

સાઇરા તેના દાદાના ઘરે આવી હતી અને દાદાએ ખરીદીને આપેલા ફુગ્ગા તે ફુલાવી રહી હતી. એક ફુગ્ગો ફુલાવતી વખતે એ ફૂટ્યો હતો અને એના ટુકડા તેના ગળામાં ફસાઈ ગયા હતા. એના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેના મોંમાંથી ફીણ આવવા લાગ્યું હતું. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે ફુગ્ગાના ટુકડા શ્વાસનળીમાં ફસાયા હતા જેથી તે શ્વાસ લઈ શકી નહોતી અને મૃત્યુ પામી હતી. 

national news uttar pradesh india Crime News