13 November, 2026 04:45 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલને ધમકી
આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય જરનૈલ સિંહે ગઈ કાલે દાવો કર્યો હતો કે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય હોવાનો દાવો કરનારી એક વ્યક્તિએ મને ફોન કરીને AAPના નૅશનલ કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી છે, આ ધમકી આપનાર વ્યક્તિએ ૭ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી છે.
દિલ્હીના તિલક નગર મતવિસ્તારના વિધાનસભ્યે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને ધમકી આપનારા માણસ તરફથી ધમકીભર્યા ફોન-કૉલ અને વૉટ્સએપ મેસેજ મળ્યા હતા. જરનૈલ સિંહે ૬ નવેમ્બરે મોહાલીના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP)નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય તરીકે આપી હતી.