13 May, 2025 12:23 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર બિતન અધિકારીની પત્ની સોહિની રૉય.
પહલગામ હુમલામાં કલકત્તાના રહેવાસી બિતન અધિકારીએ જીવ ગુમાવ્યો હવે ગૃહમંત્રાલયે બિતન અધિકારીની પત્ની સોહિની રૉયને ભારતીય નાગરિકતા આપી છે. પતિના મૃત્યુ પછી બિતન અધિકારીના પરિવારના કેટલાક સભ્યોએ સોહિનીની રાષ્ટ્રીયતા વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય રાજ્યપ્રધાન સુકાંત મઝુમદારે સોહિની રૉયનું નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ હેઠળ નોંધણીનું પ્રમાણપત્ર સોશ્યલ મીડિયા પર શૅર કર્યું. તેમણે કહ્યું હતું કે ‘ભારત સરકારે નાગરિકતા માટેની આ અરજી સ્વીકારી લીધી છે. હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું.’
દસ્તાવેજમાં જણાવાયું છે કે સોહિનીનો જન્મ બંગલાદેશના નારાયણગંજમાં થયો હતો અને તે જાન્યુઆરી ૧૯૯૭માં દેશમાં આવી હતી.