12 May, 2025 05:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતના ઍર માર્શલ એકે ભારતી (તસવીર: X)
સોશિયલ મીડિયા પર અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં ફેલાતી અફવાઓને ફગાવી દેતા, ભારતના ઍર માર્શલ એકે ભારતીએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય દળોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના કોઈપણ કથિત પરમાણુ સંગ્રહ સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. ભારતીય સશસ્ત્ર દળોએ નિયંત્રણ રેખા (LoC) પાર તેમના તાજેતરના આતંકવાદ વિરોધી કાર્યવાહી વિશે નવી વિગતો જાહેર કરતા સંરક્ષણ કૉન્ફરન્સ દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી.
કિરાના હિલ્સને નિશાન બનાવવામાં આવ્યું નથી, IAFએ કહ્યું
ભારતે પાકિસ્તાનના સરગોધા ઍરબેઝ નજીક એક જોખમી પરમાણુ ફેસિલિટી પર હુમલો કર્યો હોઈ શકે છે તેવી વધતી અટકળોના જવાબમાં, ઍર માર્શલ ભારતીએ કહ્યું, "પાકિસ્તાને કિરાના હિલ્સ પર તેના પરમાણુ શસ્ત્રો રાખ્યા છે તે જણાવવા બદલ આભાર. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. અમે હુમલાઓ માત્ર નિશ્ચિત કરર્વમાં આવેલા ઠેકાણે કર્યા જેની યાદી જાહેર કરી હતી."
તેમણે વધુમાં કહ્યું, "અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી," સોશિયલ મીડિયા પર ચર્ચા અને ષડયંત્ર સિદ્ધાંતોને બંધ કરો જે ભારતના હુમલાઓને પાકિસ્તાનમાં તાજેતરની ભૂકંપીય પ્રવૃત્તિ સાથે જોડે છે. અનેક એવી અફવાઓ છે કે અહીં તાજેતરનો ભૂકંપ કારણ પરમાણુ સાઇટ પર હુમલાને લીધે થયો હોઈ શકે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે તો અમેરિકા અને ઇજિપ્તના વિદેશી વિમાનોની રડાર પ્રવૃત્તિ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જે પરમાણુ નિયંત્રણના પ્રયાસો સૂચવતા હતા. જોકે, આમાંથી કોઈ પણ દાવાને સમર્થન આપવામાં આવ્યું નથી.
ભારતનું ઓપરેશન ફોકસ ઑન ટૅરર ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઓપરેશન સિંદૂરના ઉદ્દેશ્યો સ્પષ્ટ કરતા, ઍર માર્શલ ભારતીએ કહ્યું કે ભારતનો લશ્કરી પ્રતિભાવ કડક રીતે આતંકવાદી નેટવર્ક્સ અને તેમના ઓપરેશનલ હબ્સ પર નિર્દેશિત હતો. "અમે પુનરોચ્ચાર કર્યો કે અમારી લડાઈ આતંકવાદીઓ અને તેમને સમર્થન આપનાર સાથે હતી, પાકિસ્તાન સૈન્ય સાથે નહીં. જોકે, તે દુ:ખની વાત છે કે પાકિસ્તાન સૈન્યએ દખલગીરી કરવાનું અને આતંકવાદીઓ માટે બૅટિંગ કરવાનું પસંદ કર્યું, જેના કારણે અમને પણ જવાબ આપવાની ફરજ પડી," તેમણે કહ્યું.
ભારતીય સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને તુર્કી ડ્રૉન, ચીની મૂળના ફાઇટર જૅટ અને PL-15 ઍર-ટુ-ઍર મિસાઈલનો ઉપયોગ કરીને ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય દળોએ સંકલિત સુરક્ષા પ્રણાલીઓનો ઉપયોગ કરીને આ ધમકીઓને તટસ્થ કરી. પ્રેસ બ્રીફિંગ દરમિયાન, તુર્કી મૂળના સોંગર ડ્રૉનનો ભંગાર અને હુમલાના પ્રયાસમાં ઉપયોગમાં લેવાતી ચીની PL-15 મિસાઈલના ભાગોને દુશ્મનાવટના વધારાના પુરાવા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી નિશ્ચિત કરવામાં આવેલા પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સાથે જોડાયેલા નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં નાગરિક કે લશ્કરી માળખાને સીધું નિશાન બનાવવામાં આવ્યું ન હતું.