25 November, 2025 07:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ચીન ઍરપોર્ટ પર પ્રેમા વાંગજોમ થોંગડોક સાથે ગેરવર્તન (તસવીર: X)
ભારતના અરુણાચલ પ્રદેશની એક મહિલા પ્રેમા વાંગજોમ થોંગડોકે ચીનના શાંઘાઈ પુડોંગ ઍરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે દાવો છે કે અધિકારીઓએ તેનો ભારતીય પાસપોર્ટ અમાન્ય જાહેર કર્યો, જેના કારણે તેની મુસાફરીમાં ઘણો વિલંબ થયો. જાપાનથી મુસાફરી કરી રહેલી પ્રેમાએ જણાવ્યું કે ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટની તપાસ કરતી વખતે દાવો કર્યો કે તે અમાન્ય છે, ભલે તેની પાસે સંપૂર્ણ રીતે માન્ય ભારતીય પાસપોર્ટ હતો. પ્રેમાએ કહ્યું કે મૂંઝવણ અને થયેલી હેરાનગતિને કારણે તેને મુસાફરીમાં ઘણા કલાકો વિલંબ થયો, જેના કારણે તે ખૂબ જ દુઃખી થઈ. પ્રેમાએ આરોપ લગાવતા કહ્યું કે તે એક બિઝનેસ ટ્રીપ પર જાપાન જઈ રહી હતી, અને શાંઘાઈ ઍરપોર્ટ પર ચીની અધિકારીઓએ તેનો પાસપોર્ટ અમાન્ય કરી દેતા તેની યાત્રા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ. જોકે ચીનના સત્તાવાર અધિકારીઓએ દાવો કર્યો કે તેનો પાસપોર્ટ ચીન દ્વારા માન્ય નથી, જ્યારે પ્રેમાનો આરોપ છે છે કે તેનો પાસપોર્ટ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો અને તે સંપૂર્ણપણે માન્ય હતો. પ્રેમાએ વધુમાં જણાવ્યું કે અધિકારીઓએ માત્ર તેના પાસપોર્ટને અમાન્ય જાહેર કર્યો જ નહીં, પરંતુ તેમની ઘણા કલાકો સુધી પૂછપરછ પણ કરી અને તેને જાપાન જતા રોકી. ઍરપોર્ટ પર અધિકારીઓનું વર્તન ખૂબ જ કઠોર હતું, જેના કારણે તે માનસિક તણાવમાં હતી.
ભારત સરકારનો હસ્તક્ષેપ
આ ઘટના બાદ, ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી અને ચીન પાસેથી સ્પષ્ટતા માગી. ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને પીડિતાને મદદ કરવામાં આવશે. વિદેશ મંત્રાલયે પણ ખાતરી આપી હતી કે આ મુદ્દો દ્વિપક્ષીય રીતે ઉઠાવવામાં આવશે અને કોઈપણ ભારતીય નાગરિકને અસુવિધા થશે નહીં. જોકે ચીન દ્વારા આ બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું છે કે ઇમિગ્રેશન અધિકારીઓએ સ્થાનિક કાયદાઓ અને પ્રક્રિયાઓ અનુસાર જ કડક કાર્યવાહી કરી હતી.
પ્રેમાએ શું કહ્યું
પ્રેમા વાંગજોમ થોંગડોકે સોશિયલ મીડિયા પર ઘટના વિશે માહિતી શૅર કરી અને આ બાબતે પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તે એક ભારતીય નાગરિક છે અને તેનો પાસપોર્ટ સંપૂર્ણપણે માન્ય છે. તેણે કહ્યું, "આ એક શરમજનક ઘટના છે, અને મને આશા છે કે સંડોવાયેલા અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
અરુણાચલ પ્રદેશ મામલે ભારતીયો સામે ઝેરી વલણ?
પ્રેમાએ વધુમાં દાવો કર્યો છે કે ચીનમાં પુડોંગ ઍરપોર્ટ પર ટ્રાન્ઝિટ દરમિયાન તેને 18 કલાક માટે અટકાયતમાં રાખવામાં આવી હતી, કારણ કે ઇમિગ્રેશન અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમનો ભારતીય પાસપોર્ટ ‘અમાન્ય’ છે કારણ કે તેનું સૂચિબદ્ધ જન્મસ્થળ, અરુણાચલ પ્રદેશ છે જે ચીનની નજરમાં ભારતનો ભાગ નથી’. થોંગડોકે કહ્યું કે તે થોડા દિવસ પહેલા આ જ ઍરપોર્ટ પરથી કોઈપણ સમસ્યા વિના પસાર થઈ હતી. પરંતુ 21 નવેમ્બરના રોજ, લંડનથી જાપાન જતી વખતે શાંઘાઈમાં તેના ત્રણ કલાકના રોકાણ દરમિયાન, તેણે દાવો કર્યો કે તેને ‘એકલી’ કરવામાં આવી અને હેરાન કરવામાં આવી. "જ્યારે મેં તેમને પ્રશ્ન કરવાનો અને તેમને પૂછવાનો પ્રયાસ કર્યો કે સમસ્યા શું છે, ત્યારે તેઓએ કહ્યું, `અરુણાચલ ભારતનો ભાગ નથી,` અને મજાક ઉડાવવા લાગ્યા અને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, `તમારે ચીની પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ; તમે ચીની છો; તમે ભારતીય નથી,`" પીડિતાએ જણાવ્યું.