04 July, 2025 10:37 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
અમરનાથ યાત્રા ગઈ કાલથી વિધિવત્ શરૂ થઈ ગઈ છે
અમરનાથ યાત્રા ગઈ કાલથી વિધિવત્ શરૂ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓનો પહેલો બૅચ પવિત્ર બર્ફાની ગુફા સુધી પહોંચી ગયો હતો. ગુફામાં બાબા બર્ફાનીની પહેલી આરતી અને પૂજન થયાં હતાં. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રા માર્ગ પર સુંદર વ્યવસ્થા થઈ છે. બેઝ કૅમ્પ પરથી ગુફા સુધીના ટ્રૅક પર લોકો ઘોડા અને પાલખીના સહારે ચડી રહ્યા છે. રસ્તામાં ઠેર-ઠેર લંગર, મેડિકલ અને સેફ્ટીને લગતી સુવિધાઓ છે.