22 December, 2024 10:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ, માયાવતી
સંસદમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર બદલ કરેલી ટિપ્પણીને કારણે જ્યાં વિપક્ષ દ્વારા રોજેરોજ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે હવે એમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ ઝુકાવ્યું છે. આ મુદ્દે તેમના દ્વારા ૨૪ ડિસેમ્બરે દેશભરમાં વિરોધ-પ્રદર્શન કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. માયાવતીએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘અમિત શાહે કરેલી ટિપ્પણી દર્શાવી દે છે કે તેમણે વિઝનરી ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા હતા અને દલિતોના, વંચિતોના મસીહા હતા.’