08 April, 2025 12:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગુલાબદેવી અને બાબા રામદેવ
ભારતભરમાં યોગને લોકભોગ્ય બનાવનારા યોગગુરુ બાબા રામદેવે ૫૦ વર્ષ પહેલાં યોગ શીખવવાનું શરૂ કરેલું. જોકે સંસારમાંથી સંન્યાસ લીધે તેમને ૩૦ વર્ષ થઈ ગયાં. સંન્યાસનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે બાબા રામદેવે વૈદિક પદ્ધતિથી પવિત્ર નવરાત્રિ યજ્ઞ અને પૂજા કર્યાં અને કન્યાનું પૂજન કર્યું હતું. સંસાર છોડ્યાને ૩૦ વર્ષ પૂરાં થયાં ત્યારે બાબા રામદેવે પોતાનાં જન્મદાત્રી મા ગુલાબદેવીના આશીર્વાદ લીધા હતા. માને પગે લાગી, પગે કંકુચોખા લગાવીને તેમણે માને કહ્યું હતું, ‘આજ હમ ૩૦ સાલ કે સંન્યાસી હો ગયે હૈં માતાજી. આજે જે કંઈ પણ શુભ, સત્ત્વ અને દૈવી સંપત્તિ મેં મેળવી છે એ બધું માતાજીના આશીર્વાદથી મેળવ્યું છે.’
વિડિયોમાં ગુલાબદેવી અને બાબા રામદેવ એકમેકનું મોઢું મીઠું કરાવે છે. બાબા રામદેવ ભાગ્યે જ તેમનાં માતાજી સાથે જોવા મળે છે.