18 October, 2025 09:29 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
વિડિયો-કૉલ પર મદદગાર બનેલી ડૉક્ટર દેવિકા દેશમુખ ગઈ કાલે હૉસ્પિટલમાં અંબિકાને મળવા ગઈ હતી (ડાબે), અંબિકાએ જન્મ આપેલો બેબી બૉય (જમણે)
બુધવારે રામ મંદિર રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર વિડિયો-કૉલ પર માર્ગદર્શન લઈને એક યુવકે પ્રસૂતિ કરાવી હતી એ નવજાત બાળકીના હૃદયમાં કાણું હોવાનું અને ચહેરા પર અમુક ખામી હોવાનું કૂપર હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું. બાળકીને અત્યારે નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં સારવાર અપાઈ રહી છે.
રામ મંદિરના પ્લૅટફૉર્મ પર એકદમ નોખી રીતે ડિલિવરી થયા બાદ મમ્મી અને બાળકને તાત્કાલિક કૂપર હૉસ્પિટલ લઈ જવાયાં હતાં જ્યાં મમ્મીની તબિયત સુધારા પર છે પરંતુ બાળકની જરૂરી ટેસ્ટ કરવામાં આવી છે જેના રિપોર્ટ ૧૫ દિવસ પછી આવશે, પણ ત્યાં સુધી બાળકને NICUમાં રાખવામાં આવશે એમ તેના એક સંબંધીએ જણાવ્યું હતું.
ડિલિવરી કરાવ્યા બાદ અંબિકા સાથે વિકાસ
બાળકની ડિલિવરીમાં કોઈ સમસ્યા નહોતી, પણ ત્યાર બાદના ચેકઅપમાં બાળકની બીમારી વિશે જાણ થઈ હતી. જોકે બાળક અત્યારે જાતે શ્વાસ લેવા સક્ષમ છે, જે હૃદય સંબંધી બીમારીમાં સુધારાનું લક્ષણ ગણી શકાય. ટૂંક સમયમાં બાળકની હાર્ટ સર્જરી થાય એવી શક્યતા છે એવું પણ કૂપર હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું.
- રિતિકા ગોંધળેકર