Badrinath Dham Donation Theft Caseમાં પોલીસનું મોટું એક્શન: મંદિરના કર્મચારીને કસ્ટડીમાં લવાયો

13 July, 2026 12:58 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Online Correspondent

Badrinath Dham Donation Theft Case: બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન થયેલી હેરાફેરીના કેસમાં SITએ આરોપી પ્રમોદ નૌટિયાલને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. મંદિર સમિતિના અન્ય કારીગરોની પણ તપાસ ચાલી રહી છે.

બદ્રીનાથ ધામ (સૌજન્ય મિડડે)

Badrinath Dham Donation Theft Case: બદ્રીનાથ ધામમાં દાન ગણતરી દરમિયાન વોન્ટેડ આરોપી પ્રમોદ નોટિયાલને પોલીસે ચમોળીથી તપાસ માટે કસ્ટડીમાં લીધો છે. અને હાલ SIT તપાસ કરી રહી છે. SIT ટીમનું નિરીક્ષણ કરી રહેલા DSP મદન સિંહ બિષ્ટે પ્રમોદની અટકાયત કરી હોવાની માહિતી આપી હતી.

જણાવી દઈએ કે બદ્રીનાથ ધામ દાન ચોરીના મામલે ત્રણ લેવલ પર તપાસ ચાલી રહી છે. વિભાગીય સ્તરે, મંદિર સમિતિ તપાસ કરી રહી છે; પોલીસમાં નોંધાયેલા કેસની તપાસ એક SIT કરી રહી છે; અને ગઢવાલ કમિશનરના નેતૃત્વ હેઠળ પ્રણાલીગત વ્યવસ્થા સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. મંદિર સમિતિના અન્ય ચાર કારીગરોને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. જેમાં CCTVની દેખરેખ હેઠળના કારીગરો, એક અધિકારી, એક સહાયક એકાઉન્ટન્ટ અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન એક કારીગરની તબિયત ખરાબ થતાં તે કાંપવા લાગ્યો હતો અને તેને ઠંડી લાગતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ SIT ટીમે તેના માટે કપડાં મંગાવ્યા અને ચા પણ પીવડાવી હતી. અગાઉ, SIT એ મંદિર સમિતિના કારીગરોના નિવેદનો નોંધ્યા હતા. એવું નોંધાયું છે કે મંદિરમાં ફક્ત દોઢ મહિનાના CCTV ફૂટેજ ઉપલબ્ધ છે, પરિણામે, DVR ડેટા પુનઃપ્રાપ્ત કરવો એક પડકાર બનશે.

પોલીસ પ્રમોદ નૌટિયાલને ઘરે લઈ ગઈ, પરિવારની ચિંતા વધી

રિપોર્ટ મુજબ, પોલીસની એક ટીમ સાદા કપડાંમાં પ્રમોદ નૌટિયાલના દેહરાદૂન સ્થિત નેહરુ કોલોનીના ઘરે પહોંચી હતી અને તેને પોતાની સાથે લઈ ગઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ, પોલીસે પૂછપરછ બાદ તેને છોડી દેવાની વાત કરી હતી, પરંતુ લાંબા સમય સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ ચોકીમાં અરજી આપી હતી. પ્રમોદ નૌટિયાલના પરિવારજનોએ જણાવ્યું કે હાઈકોર્ટે 16 જુલાઈ સુધી તેની ધરપકડ પર રોક લગાવી છે. આવી સ્થિતિમાં રાત્રે તેને ઘરેથી લઈ જવાથી પરિવારની ચિંતા વધી ગઈ છે. પરિવારે પોલીસ પાસે સમગ્ર મામલે માહિતી આપવા અને તેને સુરક્ષિત પરત લાવવાની માગ કરી છે.

પ્રમોદ નૌટિયાલને અગાઉ કરવામાં આવ્યો હતો સસ્પેન્ડ

બદ્રીનાથ ધામમાં ‘Badrinath Dham Donation Theft Case’દાનની ગણતરી દરમિયાન ચોરી અને હેરાફેરીનો મામલો સામે આવ્યા બાદ બદરી-કેદાર મંદિર સમિતિ (BKTC)એ પ્રમોદ નૌટિયાલને સસ્પેન્ડ કર્યો હતો. તેના સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે મામલો કર્ણપ્રયાગ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યો છે અને ત્યાંની ટીમ પૂછપરછ માટે તેને લઈ ગઈ હોઈ શકે છે. હાલ SIT ટીમ દસ્તાવેજો અને સંબંધિત કર્મચારીઓના નિવેદનોની તપાસ કરી રહી છે. મંદિર સમિતિ પાસેથી માંગવામાં આવેલા કેટલાક દસ્તાવેજો હજુ SITને મળવાના બાકી છે.

badrinath dehradun news national news uttarakhand char dham yatra india religious places