ધુળેટી પછી દાઉજી કા હુરંગાની ધમાલ

17 March, 2025 06:58 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

જેમાં ગોપીઓ ગ્વાલોનાં કપડાં ફાડીને ચાબુકથી ફટકારે છે

પ્રયાગરાજ, રોહતક, મથુરા

બ્રજની હોળીમાં ‘બલદેવ કા હુરંગા’ અથવા ‘દાઉજી કા હુરંગા’ એક અનોખો ઉત્સવ છે જે શ્રીકૃષ્ણના મોટા ભ્રાતા બલદેવજી પર કેન્દ્રિત છે. મથુરાનાં બલદેવજીના બલદેવ ગામમાં તથા બીજે ઠેકાણે મહિલાઓ ધુળેટી પછીના દિવસે પારંપરિક પોશાક પહેરીને હુરંગા રમે છે અને પુરુષોને ચાબુક ફટકારે છે. આ ઉત્સવમાં પુરુષો મહિલાઓને પાણીથી ભીંજવી નાખે છે અને સામે મહિલાઓ પુરુષોનાં ભીનાં કપડાં ફાડીને તથા એમાંથી ચાબુક બનાવીને બદલો લે છે. જેઠ હોય કે સસરા, તમામને ચાબુકના ફટકા મારવામાં આવે છે. પુરુષોનાં કપડાં પણ ફાડી નાખવામાં આવે છે અને એનાથી પણ ચાબુક તૈયાર કરવામાં આવે છે. ગોપસમૂહ ગોપિકાઓના પ્રેમથી ભીંજવવામાં આવેલા ચાબુકનો માર પોતાના ખુલ્લા શરીર પર ઝીલે છે. તેઓ એમ કહેતા હતા કે આ ચાબુકનો માર નથી, ફૂલોનો માર પડી રહ્યો છે. આ રંગોત્સવ કુદરતી રંગોથી ઊજવવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રીકૃષ્ણ મોટા ભાઈ બલદેવનાં પત્ની રેવતી સાથે આ હોળી રમતા હતા.

ગણપતિ બાપ્પા મોરયા

ગઈ કાલે થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં યોજાયેલા થાઇલૅન્ડ ટૅટૂ એક્સ્પોમાં પોતાની પીઠ પર કરેલા ગણપતિદાદાનું ટૅટૂ દેખાડતી એક વ્યક્તિ.

holi festivals dhuleti mathura prayagraj rohtak national news news