27 July, 2026 08:37 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમ્યો છે
ગ્રેટર બૅન્ગલોર ઑથોરિટી દ્વારા રહેવા માટે સલામત હોવાનું દર્શાવતું ઑક્યુપન્સી સર્ટિફિકેટ (OC) આપ્યાના ૩ મહિના પછી બૅન્ગલોરના SNN રાજ ઍટર્નિયા સોસાયટીમાં ૧૮ માળનો ટાવર નમેલો હોવાનું જાણવા મળ્યું હતું. ૪ વર્ષના બાંધકામ પછી પૂરા થયેલા આ ટાવરમાં ૪૯ ફ્લૅટ બાંધવામાં આવ્યા છે અને એ ખરીદનારાઓને પઝેશન આપવામાં આવનારું હતું, પણ ડેવલપરે પણ ટાવર નમેલો હોવાનું ઓળખ્યા પછી તેણે હૅન્ડઓવર પ્રક્રિયા અટકાવી દીધી હતી અને હવે એને ૬ મહિનામાં તોડી પાડવામાં આવશે. નોએડામાં સુપરટેક ટ્વિન ટાવર્સને નિયંત્રિત રીતે તોડી પાડવાની કામગીરી કરનારી કંપની એડિફાઇસ એન્જિનિયરિંગને આ કામ સોંપવામાં આવ્યું છે.
૬૦ મીટર ઊંચો ટાવર લગભગ ૨૦૦ મિલીમીટર નમ્યો છે.