ભારત બાયોટેકની કોરોના રસીને એક સપ્તાહની અંદર WHOની મંજૂરી મળવાની શક્યતા

13 September, 2021 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત બાયોટેકે જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ટેસ્ટ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા.

કોવેક્સિન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) આ અઠવાડિયે ભારત બાયોટેકની રસી કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. સૂત્રોના આધારે આ માહિતી સમાચાર એજન્સી ANIએ પ્રકાશિત કર્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કૉવેક્સિનને કટોકટીના ઉપયોગ માટે હજુ સુધી સૂચિબદ્ધ કરવામાં આવી નથી.

ભારત બાયોટેકે જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ટેસ્ટ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો અને ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા. હવે સૂત્રો કહે છે કે WHO આ અઠવાડિયે ભારત બાયોટેકની રસીને મંજૂરી આપી શકે છે.

તાત્કાલિક ઉપયોગ માટે નિષ્ણાતો દ્વારા રસીની સમીક્ષા કરવામાં આવી રહી હતી. WHOના દક્ષિણપૂર્વ એશિયાના પ્રાદેશિક નિયામક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહે જુલાઈમાં કહ્યું હતું કે એક નિષ્ણાત સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે.

ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા, મોર્ડેના, જોહ્ન્સન એન્ડ જોનસન, સિનોવેક અને સિનોફાર્મની રસીને WHO દ્વારા ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સૂચિબદ્ધ કરવામાં આવી છે. ભારત બાયોટેકે માંગ કરી છે કે કોવેક્સિન રસી WHO દ્વારા આપાતકાલીન ઉપયોગની યાદીમાં સમાવવામાં આવે. WHOએ કંપની સાથે આ બાબતે ચર્ચા કરી છે.

થોડા દિવસો પહેલા, ભારત બાયોટેકે DCGIને મેડ ઈન ઈન્ડિયા કોવિડ-19 રસીના ત્રીજા તબક્કાનો ટેસ્ટ ડેટા સબમિટ કર્યો હતો. આ પહેલા DCGI એ ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ ડેટાના આધારે જાન્યુઆરીમાં ભારતમાં કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી આપી હતી. આ ટેસ્ટ ભારતમાં 25 સ્થળોએ કરવામાં આવ્યો હતો.

national news covid vaccine world health organization