15 November, 2025 10:03 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચૂંટણીના પરિણામ પછી દીકરા ચિરાગ પાસવાનને વિજયતિલક કરતાં મમ્મી
ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ (LJPRP)એ બિહારમાં કોઈએ ધાર્યો નહોતો એવો પર્ફોર્મન્સ કર્યો છે. બિહારની આ વિધાનસભાની ચૂંટણીનું સૌથી મોટું આશ્ચર્ય ઘણા લોકો LJPRPના પ્રદર્શન ગણાવી રહ્યા છે, કારણ કે LJPRPએ લડેલી ૨૯ માંથી ૧૯ બેઠકો પર જીત મેળવી છે. એ પણ મહત્ત્વનું છે કે ૨૦૨૦ના ઇલેક્શનમાં સીટ-શૅરિંગના મુદ્દે NDAમાંથી અલગ થઈ ગયા પછી ચિરાગ પાસવાને ૧૪૩ બેઠકો પર એકલા ચૂંટણી લડી હતી અને માત્ર એક બેઠક જીતી શક્યા હતા. જોકે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાને NDAમાં ફરી એન્ટ્રી કરીને તેમણે લડેલી તમામ પાંચ બેઠકો જીતી હતી. LJPRP પાર્ટીએ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણીમાં પણ માત્ર બે અને ૨૦૧૦માં ત્રણ વિધાનસભા બેઠક જીતી હતી.