કારમો પરાજય થયો, પણ RJD વોટશૅરમાં નંબર વન

15 November, 2025 08:53 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

BJPના ૨૦ ટકા સામે પરાસ્ત થયેલી તેજસ્વી યાદવની પાર્ટીએ ૨૩ ટકા મત મેળવ્યા

તેજસ્વી યાદવ

NDAના તમામ સાથી પક્ષોનો મળીને ટોટલ વોટશૅર ૪૮ ટકા જેટલો રહ્યો હતો, જ્યારે મહાગઠબંધનના ભાગે ખૂબ ઓછી બેઠકો આવી હોવા છતાં તેમનો વોટશૅર ૩૮ ટકા હતો. કારમી હાર છતાં આ પરિણામોમાં તેજસ્વી યાદવ માટે એક પૉઝિટિવ વાત પણ સામે આવી હતી. બિહારમાં થયેલા કુલ મતદાનમાંથી સૌથી વધુ મત RJDને મળ્યા હતા. તેમનો વોટશૅર ૨૩ ટકા સાથે સૌથી વધુ રહ્યો હતો. બીજા નંબરે BJPને ૨૦.૦૮ ટકા જેટલા મત મળ્યા હતા, જ્યારે JDUને ૧૯.૨૬ ટકા અને કૉન્ગ્રેસને ૮.૭૮ ટકા મત મળ્યા હતા. NDA સાથે મળીને ચિરાગ પાસવાનની પાર્ટી LJPRPએ ૫.૨ ટકા વોટશૅર મેળવ્યો હતો. બન્ને ગઠબંધનોથી અલગ ઇલેક્શન લડેલી પાર્ટીઓએ મળીને પણ કુલ ૧૪ ટકા મતો મેળવ્યા હતા, જેમાં સૌથી વધુ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ ૩.૪૪ ટકા વોટશૅર મેળવ્યો હતો.

કોનો કેટલો વોટશૅર?

RJD

૨૩

BJP

૨૦.૦૮

JDU

૧૯.૨૬

કૉન્ગ્રૅસ

૮.૭૮

 

bihar elections bihar assembly elections Tejashwi Yadav national democratic alliance rashtriya janata dal janata dal united bharatiya janata party political news national news news