16 April, 2026 11:19 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
સમ્રાટ ચૌધરી
સમ્રાટ ચૌધરીએ બિહારના ચોવીસમા મુખ્ય પ્રધાન તરીકે ગઈ કાલે ભગવાનના નામે શપથ લીધા હતા. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને સવારે ૧૧ વાગ્યે લોકભવનમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. બિહારની નવી સરકારમાં JDUના વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે પણ શપથ લીધા હતા. બન્નેને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમારોહમાં નીતીશ કુમાર હાજર હતા. બિહારમાં હજી સુધી પ્રધાનમંડળની જાહેરાત કરવામાં આવી નથી.
સમ્રાટ ચૌધરી ગૃહ સહિત ૨૯ વિભાગો સંભાળશે. વિજય ચૌધરીને ૧૦ અને બિજેન્દ્ર યાદવને ૮ વિભાગો મળ્યા છે. પ્રધાનમંડળના વિસ્તરણ પછી આ વિભાગો બાકીના પ્રધાનોમાં વહેંચવામાં આવશે. ત્યાં સુધી આ ૩ પ્રધાનો એમની જવાબદારીઓ સંભાળશે.