✕

FSSAIની ટ્રેઇનિંગ બેઠકમાં બિસ્લેરીની બૉટલો જોવા મળી; સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાઇરલ, લોકોના અનેક સવાલ

28 November, 2026 12:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કંપનીએ બ્રોમેટના નમૂના મળ્યા એ પાણીની બૉટલ ગોવાના એક પ્લાન્ટની હોવાનું જણાવ્યું છે અને અમારું પાણી પીવામાં સલામત હોવાનો દાવો કર્યો છે.

બિસ્લેરી પર સવાલ

બિસ્લેરી બ્રૅન્ડની પાણીની બૉટલોના એક નમૂનામાં પરવાનગી કરતાં વધારે માત્રામાં બ્રોમેટ મળી આવતાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ કાયદાકીય કાર્યવાહીને મંજૂરી આપી હોવાના સમાચાર આવ્યા એના થોડા જ ‌દિવસમાં FSSAIની ટ્રેઇનિંગ બેઠકના ફોટોમાં ટેબલ પર બિસ્લેરીની બૉટલો જોવા મળી રહી છે. લોકોમાં ચર્ચા એ છે કે એક તરફ આ બ્રૅન્ડની કંપનીના પાણીના નમૂના સામે FSSAI કાર્યવાહી કરે છે અને બીજી બાજુ FSSAIના કાર્યક્રમમાં આ કંપનીની પાણીની બૉટલો શા માટે રાખવામાં આવે છે. આ વિરોધાભાસ વિશે સોશ્યલ મીડિયા યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે. જોકે આ મીટિંગની તારીખ શું હતી અને બૉટલોમાંથી કોણે પાણી પીધું એ જાણકારી સામે આવી નથી. કંપનીએ બ્રોમેટના નમૂના મળ્યા એ પાણીની બૉટલ ગોવાના એક પ્લાન્ટની હોવાનું જણાવ્યું છે અને અમારું પાણી પીવામાં સલામત હોવાનો દાવો કર્યો છે. FSSAI હવે આ મુદ્દે શું સ્પષ્ટીકરણ આપે છે તેના પર નજર છે.

food safety and standards authority of india fssai international travel food social media viral post news national news