06 July, 2025 09:58 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
ગોપાલ ખેમકા
બિહારના જાણીતા ઉદ્યોગપતિ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગોપાલ ખેમકાની શુક્રવારે રાતે ૧૧ વાગ્યે પટનાના તેમના ઘર નજીક અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. બિહારની સૌથી જૂની ખાનગી હૉસ્પિટલોમાંની એક મગધ હૉસ્પિટલના માલિક ખેમકા પોતાની કારમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પહેલાંથી ત્યાં રાહ જોઈ રહેલા હુમલાખોરે તેમના પર ગોળીઓ છોડી હતી. આશરે છ વર્ષ પહેલાં તેમના પુત્ર ગુંજન ખેમકાની હત્યા પણ વૈશાલી જિલ્લાના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવી જ રીતે કરવામાં આવી હતી.