01 July, 2025 09:01 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
તેલંગણના BJPના ફાયરબ્રૅન્ડ વિધાનસભ્ય ટી. રાજા સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું
તેલંગણના BJPના ફાયરબ્રૅન્ડ વિધાનસભ્ય ટી. રાજા સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. હિન્દુત્વના મુદ્દે સરેઆમ, બેધડક બોલવા માટે જાણીતા આ નેતાએ BJPના તેલંગણ યુનિટના પ્રેસિડન્ટપદના મામલે આ પગલું ભર્યું હતું. એન. રામચંદર રાવ તેલંગણ BJPના નવા પ્રેસિડન્ટ હશે એવું મીડિયા-રિપોર્ટ્સ દ્વારા જાણ્યા પછી ટી. રાજા સિંહે રાજ્યના પાર્ટીના નેતૃત્વને લખ્યું હતું કે નવા પ્રેસિડન્ટનું નામ જાણીને મને આઘાત લાગ્યો છે અને નિરાશા થઈ છે.